આધાર-સામાન્ય માણસ નો અધિકાર

Uncategorized

ભારત સરકાર ધ્વારા અમલીકરણ માં આવેલ એક એવું મહત્વ પૂર્ણ ડોકયુમેંટ ( ID) કે તે એક એવું  ડોકયુમેંટ છે. કે તેની બીજી ધણી જગ્યાએ ડોકયુમેંટ ના વેરિફિકેશન માં જરરૂ પડે છે. અને તે છે આધારકાર્ડ તો તે આધાર વિષે મુજવતાં પ્રશ્નો ના નિરાકરણ માટે આ અહેવાલ ને વિગતવાર સમજીએ?

આધાર : વારંવાર પૂછાતા પ્રશ્નો.

1. ભારત સરકાર ની યુઆઇડી ઓથોરીટી પાસે બાયોમેટ્રિક, બેન્ક અકાઉંટ, પાન વગેરે સહિતની મારી તમામ વિગતો છે. તો તે મારી પ્રવૃતિઓ પર નજર રાખશે?

 • ના બિલકુલ નહીં, યુઆઇડી ઓથોરીટી પાસે ના ડેટાબેજ માં આધાર નોધણી અથવા સુધાર સમયે તમારા ધ્વારા આપેલ નહિવત વિગતો હોય છે. જે નીચે મુજબ છે.
 • તમારું નામ, સરનામું, જન્મ તારીખ, લિંગ ( સ્ત્રી કે પુરુષ).
 • મોબાઇલ નંબર અને ઈમેલ આઇડી.
 • ૧૦ આંગળી ની છાપ, ચહેરા નો ફોટોગ્રાફ, બે આંખ ની કીકી ની છાપ.
 • નિચિંત રહો કે, યુઆઇડી ઓથોરીટી ના ડેટાબેજ માં તમારા બેન્ક ખાતાઓ, મિચ્યુલ ફંડ, શેર, અને નાણાકીય મિલકત અને વિગતો, જાતિ, આરોગ્ય પરિવાર, ધર્મ, શૈક્ષણીક લાયકાત વગેરે પ્રકાર માહિતી રહેતી નથી. રાખવામા આવશે પણ નહીં.
 • વાસ્તવ માં આધાર એક્ટ ૨૦૧૬ કલમ ૩૨(૩) ધ્વારા યુઆઇડી ઓથોરીટી અથવા અન્ય સંસ્થાઑ ને પ્રમાણીકરણ /ઓથેંટિકેશન હેતુ અંગેની માહિતી નિયંત્રિત કરવા એકત્રિત કરવા, , ધરાવવા કે જાળવી રાખવાનું પ્રતિબદ્ધ કરે છે.
 • આધાર એક ઓળખકર્તા છે. પ્રોફાઈલિંગ ટૂલ નથી.

2.પરંતુ જ્યારે હું મારા બેન્ક ખાતા, મિચ્યુલ ફંડ, શેર, અને મોબાઇલ નંબર ને આધાર સાથે લિન્ક કરું ત્યારે યુઆઇડી ઓથોરી પાસે આ માહિતી નહીં રહે?

 • બિલકુલ નહીં, જયારે તમારો આધાર નંબર બેન્કો, મિચ્યુલ ફંડ કંપનીઓ અને મોબાઇલ કંપનીઓને આપો છો ત્યારે તેઓ માત્ર આધાર નંબર, તમારું બાયોમેટ્રિક, તમારું નામવગેરે માત્ર ખરાઈ માટે યુઆઇડી ઓથોરીટી ને મોકલે છે. તેઓ તમારા બેન્ક ખાતા ની વિગતો યુઆઇડી ઓથોરીટી ને મોકલતા નથી.
 • આવી ઓળખ ની ખરાઈની ચકાસણીની વિનતિનો નો પ્રત્યુતર યુઆઇડી ઓથોરીટી “હા” અથવા “ના” ના જવાબ ધ્વારા કરે છે.
 • કેટલાક કિસ્સાઓમાં, જો ચકાસણી જવાબ “હા” હોય તો યુઆઇડી ઓથોરીટી તેની પાસે ઉપલબ્ધ તમારી મૂળભૂત KYC વિગતો (નામ, સરનામું, ફોટો વગેર) સર્વિસ પ્રોવાઇડર ને મોકલે છે,
 • યુઆઇડી ઓથોરીટી કયારે તમારા બેન્ક ની વિગતો, રોકાણો, વીમા વગેરી ની માહિતી મેળવતી નથી કે એકત્રિત કરતી નથી.

3.શા માટે મને મારા તમામ બેન્ક ખાતાઓ ને આધાર સાથે લિન્ક કરવાનું કહેવામા આવે છે?

 • તમારી પોતાની સલામતી માટે, તમામ બેન્ક ખાતા ધારકોની ઓળખાણની ખરાઈ થવી જરૂરી છે. નાણાકીય છેતરપિંડી/ગુનાખોરી, અવેધ નાણાકીય હેરફેરી કરનાઓ ધ્વારા બેન્ક ખાતાઓનો વપરાશ અટકાવવા માટે આધાર ને બેન્ક ખાતા સાથે લિન્ક કરવું જરૂરી છે.
 • જયારે તમામ બેન્ક ખાતા આધાર સાથે લિન્ક કરીને ખાતા ધારકોની ઓળખની ખરાઈ થયેલ હોય ત્યારે કોઈ વ્યક્તિ છેતરપિંડી થી તમારા બેન્ક ખાતાઓનો ઉપયોગ કરે તો તેને આધાર થકી સરળતા થી શોધી સજા કરી શકાય છે.
 • આમ આપના બેન્ક ખાતાઓ ને આધાર સાથે લિન્ક કરવાથી તે વધુ સલામત બને છે. નહીં કે અસલામત.
 • તમારા બેન્ક ખાતાઓ ને વધુ સુરક્ષિત કરવા માટે આધાર સાથે લિન્ક કરવો.

4.શું બિન-નિવાસી ભારતીયોને બેંકિંગ, મોબાઇલ, પાન કાર્ડ, અને અન્ય સેવા માટે આધાર ની જરૂર છે?

 • આધાર માત્ર ભારત ના રહેવાસીઓ માટે જ છે. બિન-નિવાસી ભારતીયો આધાર મેળવવાને પાત્ર નથી.
 • બેન્કો અને મોબાઇલ કંપની સહિત ની સેવાઓ પૂરી પાડનાર સંસ્થાઓએ બિન-નિવાસી ભારતીયોને આ અંગે મુક્તિ માટેની જોગવાઈ કરેલ છે.
 • બિન-નિવાસી ભારતીયો બેન્કો તેમજ ક્રેડિટ કાર્ડ કંપનીઓ અને અન્ય સર્વિસ પ્રોવાઇડરર્સ (સેવા આપનાર સંસ્થાઓ) વગેરે ને માત્ર એટલુ જ જણાવવાનું રહે છે કે તેઓ બિન-નિવાસી ભારતીયો હોવાથી તેમણે આધાર નંબર આપવાની જરૂર નથી.
 • વિવિધ સેવાઓ આધાર સાથે જોડવામાથી બિન-નિવાસી ભારતીયો ને મુક્તિ આપવા માં આવેલ છે.

5.શા માટે કેટલીક એજન્સી/સંસ્થાઓ “ઈ–આધાર” સ્વીકારતી નથી અને મૂળ આધારપત્ર નો આગ્રહ રાખે છે?

 • યુઆઇડી ઓથોરીટી ની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલ “ઈ–આધાર” એ યુઆઇડી ઓથોરીટી ધ્વારા આપવામાં આવેલ મૂળ આધાર પત્ર ને સમકક્ષ છે. અને કાયદેસર રીતે માન્ય છે. બંને પ્રકાર ના આધારપત્રો સર્વે એજન્સીઓએ માન્ય રાખવાના રહેશે.
 • હકીકત માં વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલ ઈ-આધાર નો સ્વીકાર કરવાનો ઇનકાર કરે તો આધાર નંબર ધારક જે તે વિભાગો/એજન્સીઑ ના ઉચ્ચ અધિકારીઑ ને ફરિયાદ નોધાવી શકે છે.
 • “ઈ–આધાર” / ”એમ-આધાર” તમામ એજન્સીઓ એ સ્વીકારવાનું રહેશે, તે મૂળ આધાર પત્રને સમક્ક્ષ રહેશે.

6.સામાન્ય વ્યક્તિ  ને આધાર કેવી રીતે ફાયદાકારક છે?

 • આધાર સામાન્ય વ્યક્તિ ને અનેક રીતે ફાયદાકારક છે. તેમાંય સામાન્ય વ્યક્તિ ની વિશ્વાસનિય ઓળખ સ્થાપિત થવી તે સૌથી મહત્વની બાબત છે.
 • અત્યાર સુધીમાં ૧૧૯ કરોડ થી વધુ રહેવાસીઓ ને આધાર થકી ખરાઈ પાત્ર ઓળખ પ્રાપ્ત કરવાયેલ છે. આજની તારીખે ભારત માં ઓળખ ના અન્ય કોઈ પીએન દસ્તાવેજો કરતાં આધાર વધુ વિશ્વાસનીય અને સુરક્ષા પ્રદાન કરતો દસ્તાવેજ છે.
 • ઉદાહરણ તરીકે જો તમે નોકરી દાતા છો, તો તમારા સંભવિત કર્મચારીઓની ઓળખ માટે કયા દસ્તાવેજ ને પસંદ કરશો? અથવા તમારા ધરધાટી, ધારકમ કરનાર, ડ્રાઇવર અને જુંપડપટ્ટી માં અને ગામડા માં અરહેતા ગરીબોને પૂછશો તો તેઓ જણાવશે કે તેમની ઓળખ માટે આધાર નો ઉપયોગ કરી કેટલી સરળતાથીતેમની નોકરી, બેંકમાં ખાતું ખોલાવવા, રેલ્વે મુસાફરી, અને વિવિધ સેવાઓ તેમજ કોઈ પણ સરકારી વચેટિયા વિના સરકારી લાભો સીધા જ બેન્ક ખાતામાં જમા કરવી શકે છે. અને તેઓ આધાર થકી કેટલા સમર્થ થયા છે.
 • આધાર એક વિશ્વાસનીય અને ચકાસણીપાત્ર ઓળખ થી લોકો ને સમર્થ બનાવે છે.

7.આધાર ડેટાની ગોપનીયતા વિષેના મીડિયા રિપોર્ટ સત્ય છે?

 • આધાર ડેટાબેજ ની ગોપનીયતા છેલ્લા સાત વર્ષ દરમિયાન ક્યારેય ભંગ થયેલ નથી અને બધા આધાર ધારકો નો ડેટા સલામત અને સુરક્ષિત છે.
 • આધાર ડેટાબેજ ની ગોપનીયતા ભંગના મીડિયા રિપોર્ટ ના કિસ્સાઑ સત્ય થી વેગળા છે.
 • યુઆઇડીએઇ તમારા ડેટા ને સલામત અને સુરક્ષિત રાખવા માટે અધતન સુરક્ષા ટેક્નિક નો ઉપયોગ કરે છે. અને ભવિષ્યમાં ઉધભવનારા સુરક્ષા જોખમો અને પડકારો ને પહોચી વળવા તેમાં સમયાંતરે સુધારા કરી અધતન કરે છે.
 • યુઆઇડી ઓથોરીટી પાસેનો આધાર ડેટા સંપૂર્ણપણે સલામત અને સુરક્ષિત છે.  

   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *